ભરૂચ: ઐતિહાસિક રતન તળાવમાં વધુ એક કાચબાનું મોત, સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો

ભરૂચ શહેરના ઐતિહાસિક અને પૌરાણિક વારસામાં ગણાતા રતન તળાવમાં શિડયુલ વનમાં આવતા દુર્લભ કાચબાનું મોત થતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી છે.

New Update
  • ભરૂચમાં આવેલું છે ઐતિહાસિક રતન તળાવ

  • રતન તળાવમાં કાચબાનું મોત

  • દુર્લભ પ્રજાતીના કાચબાનું મોત નિપજ્યું

  • સ્થાનિકોમાં તંત્ર સામે રોષ

  • તળાવની સાફ-સફાઈ કરવાની માંગ

ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં વધુ એક કાચબા નું મોત નીપજ્યું છે ત્યારે સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો
ભરૂચ શહેરના ઐતિહાસિક અને પૌરાણિક વારસામાં ગણાતા રતન તળાવમાં શિડયુલ વનમાં આવતા દુર્લભ કાચબાનું મોત થતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી છે. વર્ષોથી આ તળાવમાં અનેક કાચબાઓ અને જળજીવો વસવાટ કરી રહ્યા છે. પરંતુ તળાવની દયનીય સ્થિતિ અને નગરપાલિકા દ્વારા સતત અવગણનના કારણે વનજીવન પર સંકટ ઊભું થયું છે.સ્થાનિક રહીશોએ વારંવાર નગરપાલિકા તેમજ વહીવટી તંત્ર સમક્ષ તળાવની સફાઈ અને જળસંગ્રહની વ્યવસ્થા સુધારવા રજૂઆત કરી હતી.છતા આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે 
Latest Stories