ભરૂચ: ONGCમાં ગુજરાતી કર્મચારીઓની ભરતીની માંગ સાથે કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ભરૂચમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • ONGC મજદૂર સંઘ દ્વારા કરાય રજુઆત

  • ગુજરાતી કામદારોની ભરતીની માંગ

  • મેડિકલ ક્રેડિટ સુવિધા ફરી શરૂ કરવા માંગ

  • મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે વિરોધ પ્રદર્શન કરી ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ભરૂચમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઓએનજીસીમાં ખાનગીકરણનો/આઉટસોર્સિંગનો વિરોધ, ગુજરાતના સ્થાનિક લોકોની યુનિયનાઇઝ કેટેગરીમાં ભરતી પ્રક્રિયાની માંગ, બંધ કરેલી મેડિકલ ક્રેડિટ સુવિધા ફરી શરુ કરવાની માંગ, ફાયર કર્મચારીઓનું વર્ગ ૪ થી વર્ગ ૩માં ઉન્નતિકરણ, ટર્મ બેઝ ફીલ્ડ ઓપરેટરો તેમજ પેરા મેડીકલ કર્મચારીઓને કાયમી કરવા અને સલામતીના સાધનો સમયસર અને સારી ગુણવત્તાના મળે તે સુનિશ્ચિત કરવા સહિતની માંગ કરવામાં આવી છે.
Latest Stories