ભરૂચ: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા એકતા દોડ યોજાય

ભરૂચમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા એકતાદોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

ઉજવણીના ભાગરૂપે એકતા દોડ યોજાય

વહીવટી તંત્ર દ્વારા આયોજન

મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા

ભરૂચમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા એકતાદોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા

તારીખ 31મી ઓક્ટોબરના દિવસે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે જેની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ભરૂચમાં કલેકટર કચેરીથી માતરીયા તળાવ સુધી એકતા દોડી યોજાય હતી જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કલેકટર તુષાર સુમેરા,જિલ્લા પોલીસવડા મયુર ચાવડા, જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. એકતા દોડનું કલેક્ટરકચેરી ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે શક્તિનાનાથ સર્કલ થઈ પરત કલેકટર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી. આ એકતા દોડમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા

#Bharuch #Gujarat #Marathon #celebrations #National Unity Day #Run for Unity
Here are a few more articles:
Read the Next Article