ભરૂચ : ભારે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલ ગ્રામ્ય વિસ્તારના 36 માર્ગો પર ડામર પેચવર્કની કામગીરી પૂર્ણ !

ભારે વરસાદને પગલે ભરૂચ જિલ્લાના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા, રસ્તાઓનું રિપેરિંગ વરસાદના વિરામ બાદ મેટલ પેચવર્ક પૂર્ણ કરી છેલ્લા ચાર દીવસથી ડામર પેચ ચાલુ કરી દેવામાં આવ્યા છે.

New Update
a
ભારે વરસાદને પગલે ભરૂચ જિલ્લાના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા, રસ્તાઓનું રિપેરિંગ વરસાદના વિરામ બાદ મેટલ પેચવર્ક પૂર્ણ કરી છેલ્લા ચાર દીવસથી ડામર પેચ ચાલુ કરી દેવામાં આવ્યા છે. ક્ષતિગ્રસ્ત થયેલા રોડ- રસ્તાઓને તત્કાલ અસરથી પૂર્વવત કરવા માટે માર્ગ મકાન રાજ્ય વિભાગ દ્વારા ખડેપગે રહીને કામગીરી કરવામાં આવી રહી છે.  

ભારે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલ ગ્રામ્ય વિસ્તારના 36 માર્ગો પર ડામર પેચવર્કની કામગીરી પૂર્ણ

માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના કુલ ૧૦૪ રસ્તાઓ પૈકી ૩૬ જેટલા રસ્તાને નુકસાન પહોંચ્યું તેમજ જે રસ્તાઓ ઉપર પાણીનો ભરાવો થયો હોય, તેનો નિકાલ કરી રસ્તાઓને ખુલ્લા કરવા માટે અને ઝડપથી રસ્તાઓમાં મેટલ કામ કરવા, પેચ કામ કરવા, રસ્તા પર આવતા ઝાડી ઝાંખરા દૂર કરવા સહિતની કામગીરી કરી મોટરેબલ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
Latest Stories