ભરૂચ: હાંસોટના સાહોલ ગામ નજીક કિમ નદી ઉફાન પર, સ્ટેટ હાઇવે બંધ

ભરૂચના હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદીના પાણી અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો

New Update

ભરૂચના હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદીના પાણી અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો.જેમાં હાંસોટ અને અંકલેશ્વર પંથકમાં પણ વરસાદ ખાબક્યો હતો ત્યારે હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કી નદીના જળસ્તરમાં વધારો થયો હતો.કીમ નદીના જળસ્તરમાં વધારો થતાં પાણી સાહોલ અને વડોલી ગામ વચ્ચે  માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. જેના પગલે અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે બંધ થઈ ગયો હતો. પાણી માર્ગ પરથી પસાર થતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આ તરફ કીમ નદી ઉફાન પર જોવા મળી હતી. કીમ નદીના કિનારે આવેલ સ્મશાન પણ જળમગ્ન થઈ ગયું હતું. તો નદીની આસપાસ આવેલા ઓભા આસરમાં સહિતના ગામોમાં નદીના પાણી ફરી વળતા જનજીવન પર વ્યાપક અસર પહોંચી હતી
Latest Stories