ભરૂચ: નંદેલાવ ગામે વૃક્ષ મારી જવાબદારી અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ભરૂચના નંદેલાવ ગામ ખાતે વૃક્ષ મારી જવાબદારી અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આમંત્રિતોના હસ્તે વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • નંદેલાવ ગામે કાર્યક્રમ યોજાયો

  • વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો

  • પર્યાવરણના જતનના હેતુસર કાર્યક્રમનું આયોજન

  • 200થી વધુ વૃક્ષનું વાવેતર કરાયુ

ભરૂચના નંદેલાવ ગામ ખાતે વૃક્ષ મારી જવાબદારી અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આમંત્રિતોના હસ્તે વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું
ભરૂચ એકેડમી એસોસિએશન અને GJ-16 પેન્ડલર્સ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આજે નંદેલાવ ગામના નવનિર્મિત આંબેડકર ભવન નજીક વૃક્ષ મારી જવાબદારી કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સતત ચોથા વર્ષે યોજાતા આ કાર્યક્રમમાં પેન્ડલર્સ ગ્રુપ અને એકેડમી એસોસિએશન દ્વારા ગ્રામ પંચાયતોના સહયોગથી 200થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન પેન્ડલર્સ ગ્રુપના કિશન ચુડાસમા, કેતન નડિયાદવાલા તેમજ નંદેલાવ ગ્રામ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. દરેકે વૃક્ષોનુંરોપાણ કરી તેને સંવર્ધન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.