ભરૂચ: બી ડિવિઝન પોલીસે ફુરજા ચાર રસ્તા વિસ્તારમાં જુગાર રમતા 2 જુગારીની કરી ધરપકડ

ભરૂચ બી ડિવિઝન પોલીસે મોટા ચાર રસ્તા ફુરજા રોડ ઉપર બાદશાહી મસ્જિદની સામે જુગાર રમતા બે જુગારીયાઓને 21 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા 

b divsion
New Update

ભરુચ બી ડિવિઝન પોલીસે મોટા ચાર રસ્તા ફુરજા રોડ ઉપર બાદશાહી મસ્જિદની સામે જુગાર રમતા બે જુગારીયાઓને 21 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા 

ભરુચ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મોટા ચાર રસ્તા ફુરજા રોડ ઉપર બાદશાહી મસ્જિદની સામે કોટ પારસીવાડ સ્થિત ફિરદોષ એપાર્ટમેન્ટમાં રહેતો સાબિર શબ્બીર મલેક પોતાના માણસો થકી આંક ફરકનો જુગાર રમાડે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 21 હજારથી વધુનો મુદ્દામાલ કાબેજ કરી જુગારી સાબિર શબ્બીર મલેકઅને સાબિર રહેમાન શેખને ઝડપી પાડ્યો હતો.
#Bharuch #Gujarat #CGNews #B Division Police #arrested #gambling #2 gamblers
Here are a few more articles:
Read the Next Article