ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
બામસેફ- ઇન્સાફ સંગઠન દ્વારા આયોજન
ધમ્મ ચક્ર પરીવર્તન દિવસની ઉજવણી
બાબાસાહેબને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
પ્રતિજ્ઞા લેવામાં આવી
14 ઓક્ટોબર 1956ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકર તેમના લાખો અનુયાયીઓ સાથે નાગપુર દિક્ષા ભુમિ પર બૌધ્ધ ધર્મ અંગીકાર કરીને બૌધ્ધ ધમ્મની દિક્ષા લિધી અને 22 પ્રતીજ્ઞા આપી હતી તે માટે 14 ઓક્ટોબરના દિવસેને ધમ્મ ચક્ર પરીવર્તન દિવસના રૂપમા મનાવવામાં આવે છે ત્યારે ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સહિતના સંગઠનો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મીણબત્તી પ્રજ્વલિત કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા સાથે જ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.આ કાર્યક્રમમાં બામસેફ અને ઇન્સાફ સંગઠનના આગેવાનો તેમજ હોદ્દેદારો જોડાયા હતા.