ઝઘડિયા ચકચારી રેપ કેસ
ભરૂચ બાર એસો.દ્વારા લેવાયો નિર્ણય
આરોપીનો કેસ નહીં લડવામાં આવે
કોઈ પણ વકીલ આ કેસ નહીં લડે
પોલીસે તપાસનો પણ ધમધમાટ
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચરકચારી ઘટના બની હતી જેમાં નરાધમ આરોપીએ વિકૃતિની તમામ હદ વટાવી દીધી હતી અને દુષ્કર્મ સાથે બાળકીને ગુપ્તાંગમાં સળીયો પણ નાખ્યો હતો જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે અને હાલ તે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે ભરૂચ બાર એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાએ જણાવ્યું હતું કે નરાધમે વિકૃતિની જે હદ વટાવી દીધી હતી તે જોતા ભરૂચ બાર એસોસિએશનના કોઈપણ વકીલ આરોપી તરફે કેસ નહિ લડે અને તેને બચાવવા માટે આગળ નહીં આવે.