New Update
વકફ કાયદાનો વિરોધ
ભરૂચમાં વિરોધ કરવામાં આવ્યો
બત્તી ગુલ કાર્યક્રમ યોજાયો
મુસ્લિમ સમાજના લોકોએ 15 મિનિટ લાઈટ બંધ રાખી
વકફ કાયદા પર પુન: વિચાર કરવાની માંગ
કેન્દ્ર સરકારના કાયદાના વિરોધમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સૂચનાથી ભરૂચમાં મુસ્લિમ સમાજે ગતરોજ રાત્રિના 15 મિનિટ સુધી લાઈટ બંધ રાખી હતી જેના પગલે પશ્ચિમ વિસ્તારમાં અંદરપટ જેવો માહોલ જોવા મળ્યો હતો
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ વકફ કાયદાનો હજુ પણ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે જેના ભાગરૂપે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સૂચનાથી ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકોએ આ કાયદાના વિરોધમાં ગતરોજ રાત્રીના 9 વાગ્યાથી 9 15 સુધી તેઓના નિવાસ્થાન તેમજ દુકાનોની લાઈટ એટલે કે વીજળી બંધ રાખી કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે પશ્ચિમ વિસ્તારમાં અંધારપટ જેવો માહોલ જોવા મળ્યો હતો.
મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કેન્દ્ર સરકાર દ્વારા બહુમતીના જોરે વકફ કાયદો લાવવામાં આવ્યો છે જે લોકોના સંવિધાનીય અધિકારોનું હનન છે ત્યારે આ કાયદા પર પુનઃ વિચાર કરવાની મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.