ભરૂચ: હેલમેટ ન પહેર્યું હોય તો રૂ.500નો દંડ ભરવા તૈયાર રહેજો, પોલીસે ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી

ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.  હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી રૂપિયા 500નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે.

New Update

ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસનો સપાટો, આજથી જિલ્લા હેલમેટ ફરજિયાત કરાયુ

Advertisment

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓમાં હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું ત્યારે હવે ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશીયલ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

આજથી ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પણ સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ભરૂચમાં ઝાડેશ્વર ચોકડી નજીક ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એલ.મહેરિયા સહિતના અધિકારીઓએ ચેકિંગ કર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર બાઈક ચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક પોલીસ મથકની ટીમ દ્વારા ચાર રસ્તા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હેલ્મેટ ન પહેરનાર ટુ વહીલર ચાલકો પાસે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. હેલ્મેટ ન પહેનાર ટુવિલર ચાલકક પાસેથી રૂપિયા 500નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે.

પોલીસની કામગીરીના કારણે ટુવહીલ ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે જેના પગલે ગુજરાત હાઇકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસવડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમરકસી છે.

Advertisment
Latest Stories