New Update
ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય
જંબુસરના મગણાદ ગામની ગૌચર જમીન મુદ્દે આદેશ
કંપની ગૌચરની જમીનનો રસ્તા તરીકે નહીં કરી શકે ઉપયોગ
મામલતદારે કોર્ટના આદેશ બાદ રસ્તો બંધ કર્યો
ગ્રામજનોએ કોર્ટનો માન્યો આભાર
ભરૂચના જંબુસરના મગણાદ ગામે ગૌચરની જમીન મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે.સેફ એનવાયરો કંપનીના વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટના રસ્તા માટે ગૌ ચરની જમીનના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે
ભરૂચના જંબુસર તાલુકાના મગણાદ ગામની ગૌચરની જમીન સેફ એનવાયરો કંપનીના વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે રસ્તા તરીકે ગેરકાયદેસર રીતે વપરાય રહી હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે તારીખ ૧૨.૦૯. ૨૦૨૫ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ તથા ન્યાયમૂર્તિ ડી.એન.રેની દ્વિખંડપીઠે ભરૂચ કલેકટરને તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ કંપનીને ગૌચર જમીનનો રસ્તા તરીકે ઉપયોગ કરવાથી તરત જ રોકવા હુકમ કર્યો છે.
અદાલતે નોંધ્યું છે કે ગૌચર જમીન ગામના લોકો તથા પશુઓ માટે અતિ મહત્વપૂર્ણ છે, જેથી ત્યાંથી વાહન વ્યવહાર થવાથી જીવને જોખમ ઊભું થાય છે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કંપનીની કામગીરીની તપાસ કરી અહેવાલ રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આદેશના પગલે જંબુસર મામલતદાર દ્વારા કંપનીનો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો ગૌચરની જમીન પરનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે.હાઈકોર્ટના આદેશ બાદ મગણાદ ગામમાં હર્ષનો માહોલ જોવા મળ્યો. ગ્રામજનોનું કહેવું છે કે ગૌચર જમીન પર કબજો થતાં પશુઓ માટે ચરવાનો પ્રશ્ન ઊભો થયો હતો.
Latest Stories