ભરૂચ: કોંગ્રેસ-આપમાં મોટું ભંગાણ, 97 કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો

આજરોજ આંબેડકર જયંતીના દિવસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 97 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

New Update
  • ભરૂચ કોંગ્રેસ- આપમાં મોટું ભંગાણ

  • કાર્યકરોએ કોંગ્રેસ સાથે ફાડયો છેડો

  • કોંગ્રેસ-આપના 97 કાર્યકરો ભાજપમાં જોડાયા

  • જિલ્લા ભાજપ કાર્યાલય પર યોજાયો કાર્યક્રમ

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આપ્યો આવકાર

ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. 97 જેટલા કાર્યકરોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો
આજરોજ આંબેડકર જયંતીના દિવસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 97 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો. ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ધીરેન કટારીયા સહિતના આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો છે.અત્રે ઉલ્લેખની છે કે થોડા દિવસ અગાઉ હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલ સેજલ દેસાઈએ 50થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આમ આદમી પાર્ટીના 80 તો કોંગ્રેસના 17 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
Latest Stories