ભરૂચ: આમોદ ખાતે ભાજપ દ્વારા મોદી સરકારના 11 વર્ષની કરાય ઉજવણી, આગેવાનો કાર્યકરો જોડાયા

વિકસિત ભારતનો અમૃતકાળ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે આગેવાનો-કાર્યકરો જોડાયા

New Update
  • ભરૂચના આમોદમાં કરાયુ આયોજન

  • ભાજપ દ્વારા આયોજન કરાયુ

  • મોદી સરકારના 11 વર્ષની ઉજવણી

  • સરકારની સિદ્ધિઓ વર્ણવામાં આવી

ભરૂચના આમોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુસાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. 
વિકસિત ભારતનો અમૃતકાળ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષની સફળતાને ઉજાગર કરતો વિકસિત ભારતનો અમૃત કાળ અંતર્ગત આમોદ ખાતેના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જંબુસર -આમોદના ધારાસભ્ય દેવ કિશોર સ્વામી, જિલ્લા ભાજપના મહામંત્રી ફતેસિંહ ગોહિલ, જિલ્લા ઉપપ્રમુખ પ્રતીક્ષાબહેન, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આ કાર્યક્રમમાં મોદી સરકારની 11 વર્ષની વિવિધ યોજનાઓને સિદ્ધિઓની માહિતી આપવામાં આવી હતી.
Latest Stories