-
જંબુસર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન
-
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયું આયોજન
-
ભરૂચ ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું
-
મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના જંબુસરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના અઘ્યક્ષસ્થાને ૧૫૦-જંબુસર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું, જ્યાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે આવેલા ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જીલ્લા પ્રભારી અશોક પટેલ, મહામંત્રી ફતેસિંહ ગોહિલ, ધારાસભ્ય ડી.કે.સ્વામી, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, જંબુસર શહેર ભાજપ પ્રમુખ મનન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત મોટી સંખ્યામાં સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.