New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
ભાજપ દ્વારા આયોજન કરાયું
પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન
જીએસટી રિફોર્મ અંગે અપાયું માર્ગદર્શન
ભાજપના આગેવાનો-કાર્યકરો રહ્યા ઉપસ્થિત
ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ ખાતે પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું જેમાં નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ' પર માર્ગદર્શન આપવમાં આવ્યું હતું
ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચના આત્મીય હોલ ખાતે ભરૂચ વિધાનસભાનું પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સંમેલનનો મુખ્ય વિષય 'નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ' હતો.​આ સંમેલનના મુખ્ય વક્તા તરીકે વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરે ઉપસ્થિત કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકોને GSTના નવા સુધારાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમલમાં આવેલા આ નેક્સ્ટ જનરેશન GST સુધારાઓની વિગતો આપતા જણાવ્યું હતું કે આ સુધારાઓના કારણે દેશમાં 'GST બચત ઉત્સવનો પ્રારંભ થયો છે જે સામાન્ય જનતા અને વેપારીઓ માટે રાહતરૂપ સાબિત થશે.​આ સંમેલનમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઉપાધ્યક્ષ દિવ્યેશ પટેલ, ધારાસભ્ય ડી. કે. સ્વામી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા પંચાયત કરોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories