ભરૂચ: જંબુસરમાં વિભાજન વિભીષીકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા મસાલ રેલીનું આયોજન

સ્વરાજ ભવનથી પ્રારંભ થયેલી આ યાત્રા જંબુસર શહેરના મુખ્ય માર્ગો, શેરી અને ગલીઓમાં ફરીને પરત સ્વરાજ ભવન ખાતે પૂર્ણ થઈ હતી.

New Update
Screenshot (127)

વિભાજન વિભીશિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા દ્વારા મંગળવારે સાંજે ભવ્ય મસાલ રેલી યોજાઈ હતી.

સ્વરાજ ભવનથી પ્રારંભ થયેલી આ યાત્રા જંબુસર શહેરના મુખ્ય માર્ગો, શેરી અને ગલીઓમાં ફરીને પરત સ્વરાજ ભવન ખાતે પૂર્ણ થઈ હતી.મસાલ રેલીમાં જંબુસર-આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, ભાજપા જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જંબુસર શહેર પ્રમુખ મનન પટેલ, આમોદ શહેર પ્રમુખ મિથુન મોદી સહિત ભાજપના તાલુકા તથા શહેરના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.શહેરભરમાં દેશભક્તિના સૂત્રોચ્ચારો અને મસાલની જ્યોત સાથે રેલીનું લ સ્વાગત કરવામાં આવ્યું હતું.
Latest Stories