ભરૂચ: પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય !

ભરૂચમાં ભાજપ દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

New Update
  • આજે પંડિતદિન દયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ

  • ભાજપ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • વિવિધ કાર્યક્રમો યોજાયા

  • પુષ્પાંજલિ અર્પણ કરાય

  • આગેવાનો-કાર્યકરો જોડાયા

ભરૂચમાં ભાજપ દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
જનસંઘના સ્થાપક સદસ્ય અને એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યોતિનગર વિસ્તારમાં આવેલા જવાલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમારની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો દ્વારા તેમના જીવનવૃત્ત, રાજકારણમાં આપેલા અવિસ્મરણીય યોગદાન તથા દેશને આત્મનિર્ભર અને સેવા આધારિત રાજનીતિ તરફ દોરી જવા માટે કરેલા પ્રયત્નો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા પંડિત ઉપાધ્યાયના વિચારોથી પ્રેરિત થઈને સેવા-સંઘર્ષના માર્ગ પર અડગ રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
Latest Stories