ભરૂચ:ભાજપનું નવું કાર્યાલય શ્રી કમલમ રૂ.6.50 કરોડના ખર્ચે નિર્માણ પામશે, CR પાટીલના હસ્તે ખાતમુર્હુત

ભરૂચના મઢુલી સર્કલ નજીક રૂપિયા 6.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય શ્રી કમલમનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું.

New Update
Advertisment
  • ભરૂચ જિલ્લા ભાજપનું નવું કાર્યાલય પામશે નિર્માણ

  • મઢુલી સર્કલ નજીક શ્રી કમલમ નિર્માણ પામશે

  • ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખાતર્મુહુત

  • રૂ.6.50 કરોડના ખર્ચે કાર્યાલયનું કરાશે નિર્માણ

  • આગેવાનો અને આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચના મઢુલી સર્કલ નજીક રૂપિયા 6.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય શ્રી કમલમનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમનું નિર્માણ થવા જઈ રહ્યું છે ભરૂચની મઢુલી સર્કલ નજીક આધુનિક કાર્યાલય નિર્માણ પામશે ત્યારે આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના હસ્તે ભાજપના નવા કાર્યાલયના મકાનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ,અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી,રિતેશ વસાવા,પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા,મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશના મોટાભાગના તમામ જિલ્લાઓમાં ભાજપના નવા કાર્યાલયનું નિર્મામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચમાં 20 હજાર સ્કવેર ફૂટમાં રૂ.6.50 કરોડના ખર્ચે ભાજપનું નવું કાર્યાલય નિર્માણ પામશે. પ્રદેશ ભાજપનું જે કાર્યાલય છે એ થીમ આધારિત અત્યાધુનિક કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે.

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલે આ પ્રસંગે ભરૂચના ઝઘડિયામાં બનેલ ચકચારી દુષ્કર્મ કેસ અંગે પણ નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અંગે તમામ તકેદારી રાખી છે અને કોર્ટમાંથી આરોપીને કડક સજા મળશે.
Latest Stories