ભરૂચ: ભાજપનું સંગઠન પર્વ અંતિમ તબક્કામાં, ભોલાવમાં મહિલા કેન્દ્રિત બુથ સમિતિની રચના

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર એક્સ્ટેનસન સોસાયટીમાં ભાજપના બુથ નંબર-૫૩ની બુથ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.આ બુથ સમિતિને મહિલા કેન્દ્રિત બનાવવામાં આવી છે.

New Update
  • ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી

  • સંગઠન પર્વની કરવામાં આવી ઉજવણી

  • ભોલાવમાં બુથ સમિતિની રચના

  • મહિલા કેન્દ્રીય બુથ સમિતિની રચના કરાય

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર એક્સ્ટેનસન સોસાયટીમાં ભાજપના બુથ નંબર-૫૩ની બુથ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.આ બુથ સમિતિને મહિલા કેન્દ્રિત બનાવવામાં આવી છે.
સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.ડીસેમ્બર માસમાં મંડલ,જીલ્લા અને પ્રદેશ પ્રમુખની ઘોષણા થવાની છે તે પહેલા દરેક બુથમાં બુથ સમિતિના કામને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે ત્યારે આજરોજ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર એક્સ્ટેંશન સોસાયટીમાં ભાજપના બુથ નંબર-૫૩ની બુથ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું અને તેના અધ્યક્ષ તરીકે દીપિકાબેન રાજની વરણી કરવામાં આવી હતી. બુથ સમિતિમાં  તમામ 11 સભ્યો તરીકે મહિલાઓને જ નિયુક્તિ આપી બુથને મહિલા કેન્દ્રિત બનાવવામાં આવ્યું છે.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય યોગીતાબેન રાણા, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર સહિતના હોદ્દેદાર  ઉપસ્થિત રહ્યા હતા