ટંકારીયા ગામ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું
અંજુમન સાર્વજનિક હોસ્પિટલ-યુનિટી બ્લ્ડ બેન્કનો સહયોગ
ટંકારીયા સહિતના અન્ય ગામોના યુવાનોએ રક્તદાન કર્યું
રક્તદાતાઓ દ્વારા 49 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું
નવયુવાનોએ રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવી
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું.
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે 25 વર્ષથી મેડિકલ ક્ષેત્રે સેવા આપતી સેવાકીય સંસ્થા અંજુમન સાર્વજનિક હોસ્પિટલ તથા યુનિટી બ્લ્ડ બેન્ક-ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ટંકારીયા ગામ ઉપરાંત કંબોલી, પારખેત, સિતપોણ સહિતના અન્ય ગામોના નવયુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવી હતી. આ પ્રસંગે અંજુમન કમિટીના સભ્યો, માજી સરપંચ ઝાકીર હુસૈન ઉમટા, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, મુશ્તાક દોલા, નાસિર હુસૈન લોટિયા, ઝુબેર મામુજી, રિયાઝ પટેલ, આકિબ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.