ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ સહિત રક્તદાન શિબિર યોજાય...

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ સહિત રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
Advertisment
  • લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા કરાયું આયોજન

  • કેમ્પસમાં NSS યુનિટ દ્વારા 7 દિવસીય વિશેષ શિબિર યોજાય

  • થેલેસેમિયા ચેકઅપ કેમ્પ સહિત રક્તદાન શિબિરનું આયોજન

  • ભોલાવ ગ્રામ પંચાયત સહિત સંસ્થાના સભ્યોએ લાભ લીધો

  • કેમ્પમાં સેવા આપવા બદલ તમામનો આભાર વ્યક્ત કરાયો

Advertisment

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ સહિત રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી અને વાલીઓમાં લોકપ્રિય એવી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃતિઓ થકી છાત્રોમાં રહેલી ગર્ભિત શક્તિઓને બહાર લાવવા માટે સતત પ્રયાસશીલ રહેતી હોય છેત્યારે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે NSS યુનિટ દ્વારા 7 દિવસીય વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. 2 જાન્યુઆરી-2025ના રોજ થેલેસેમિયા ચેકઅપ કેમ્પ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુંજ્યાં થેલેસેમિયા ચેકઅપ કેમ્પનો 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતોજ્યારે રક્તદાન શિબિરમાં 30થી વધુ લોકોએ ભાગ લઈ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

જેમાં ભોલાવ ગ્રામ પંચાયતના સભ્યો અને કોલેજ પરિવાર તેમજ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે સંસ્થાના મેનેજમેન્ટઆચાર્ય તેમજ સ્ટાફગણ,  ભોલાવ ગ્રામ પંચાયતના સભ્યો સહિત રેડ ક્રોસ સોસાયટી ભરૂચ અને અમદાવાદના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં સેવા આપવા બદલ તમામ મહાનુભાવોનો લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના ટ્રસ્ટી અને આચાર્યએ આભાર વ્યક્ત કર્યો હતો.

Latest Stories