ભરૂચ: RTO કચેરી ખાતે માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત રક્તદાન શિબિર યોજાય

ભરૂચમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચ આર.ટી.ઓ.કચેરી ખાતે આયોજન

  • માર્ગ સલામતી માર્ગની ઉજવણી

  • ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર યોજાય

  • કર્મચારીઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

  • રેડ ક્રોસ બ્લડ બેંકનો સહયોગ સાંપડ્યો

Advertisment
ભરૂચ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
હાલમાં ઠેર ઠેર માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચેરીના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
ટ્રાફિકના નિયમો પાળો આવનાર મુસીબતોને ટાળોના સૂત્ર સાથે આ માસની ઉજવણી કરવામાં આવી રહી છે અને લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ રક્તદાન શિબિર રેડક્રોસ બ્લડ બેન્કના સહયોગથી યોજાઇ હતી જેમાં વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories