New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
રક્તદાન શિબિરનું કરાયુ આયોજન
રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન
ખડાયતા સમાજ-સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજન
ગુજરાત સ્થાપના દિવસની કરાય ઉજવણી
ભરૂચના સમસ્ત ખડાયતા સમાજ અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે શ્રી સમસ્ત ખડાયતા સમાજ ભરૂચ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે જુના ભરૂચ સ્થિત શ્રીજી મંદિર હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરનો સહયોગ રેડક્રોસ બ્લડ બેન્ક ભરૂચ દ્વારા આપવામાં આવ્યો હતો.
આ આયોજન દરમિયાન સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી, શ્રીજી મંદિરના ટ્રસ્ટી અમિત શાહ તથા સંકલ્પ ફાઉન્ડેશનના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. "રક્તદાન એ જ મહાદાન"ના સંકલ્પ સાથે રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
Latest Stories