-
રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરતી શિબિર
-
શ્રી સત્ય સાઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિર યોજાય
-
જનરલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોનો સાંપડ્યો સહયોગ
-
રક્તદાન શિબિરમાં 100થી વધુ રક્ત યુનિટ એકત્ર કરાયું
-
મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલ જવાહરનગર સોસાયટી સ્થિત શ્રી સત્ય સાઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડો. કિરણ સી. પટેલ મેડીકલ કૉલેજ અને રિસર્ચ ઈન્સ્ટીટયુટ ભરૂચ જનરલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોના સહયોગથી ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલ જવાહરનગર સોસાયટી સ્થિત શ્રી સત્ય સાઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનંન આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરતી સમગ્ર રક્તદાન શિબિરમાં 100થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મી ચૌહાણ, શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ભરૂચ જિલ્લા પ્રમુખ હરિશ ચૌહાણ, કન્વીનર વિજયકુમાર આચાર્ય સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.