ભરૂચ: ઝઘડિયાના ઇન્દોર ગામે રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા ઉપસ્થિત લોકોને રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું અને લોકોને રક્તદાન કરવા મંચ પરથી આહવાન કર્યું..

New Update
Blood Donation Camp
ભરુચના ઝઘડીયા તાલુકાના ઇન્દોર સ્થિત સરકારી માધ્યમિક શાળા ખાતે  ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે  રકતદાન કેમ્પનું આયોજન ડૉ.મોઇનુદ્દીન સૈયદ મુસ્તાક અલી બાવા સાહબના પુત્રની વિશેષે ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતુ.

Ritesh Vasava

જેમાં ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા ઉપસ્થિત લોકોને રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું અને લોકોને રક્તદાન કરવા મંચ પરથી આહવાન કર્યું હતું.ઉમલ્લા પોલીસ મથકના P.I K M  વાઘેલા દ્વારા રક્તદાનને લઈ કેટલીક ગેર માન્યતાઓ વિશે જણાવી રક્તદાન કરવા આહવાન કર્યું હતું.આ રક્તદાન શિબિરમાં મહિલાઓએ પણ ઉત્સાહ ભર રકતદાન કર્યું હતું.
Latest Stories