ભરૂચ: જંબુસરમાં ઈદ-એ-મિલાદના જશ્ન નિમિત્તે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

ભરૂચના જંબુસર શહેરમાં ઈદ-એ-મિલાદના જશ્નની પવિત્ર ખુશી નિમિત્તે રજા-એ-મુસ્તુફા કમિટી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

New Update
Eid-e-Milad celebrations
ભરૂચના જંબુસર શહેરમાં ઈદ-એ-મિલાદના જશ્નની પવિત્ર ખુશી નિમિત્તે રજા-એ-મુસ્તુફા કમિટી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ જંબુસર સીટીઝન સોસાયટી વિસ્તારમાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કમિટીએ રક્તદાન દ્વારા માનવ સેવા અને જીવન બચાવવાનો સંદેશ આપ્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હુજુર ખલીફા સુફી-એ-મિલત સૈયદી સરકાર વાહિદ બાવા (કલ્લાસરીફ), સૈયદ આરીફ બાપુ, હાફીઝ મોહમ્મદ ઇલ્યાસ, મુબારક આઈ પટેલ, અસલમભાઈ સાયકલવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories