ભરૂચ: આતંકી હુમલાના પગલે પહેલગામ,અમરનાથ અને ચારધામ યાત્રાના બુકીંગ રદ્દ !

ભરૂચ જિલ્લામાંથી ચારધામ અને અમરનાથ યાત્રાએ જનાર અનેક યાત્રાઓએ તેમની યાત્રા મોકૂફ રાખી છે ત્યારે ટ્રાવેલ્સ સંચાલકોને મોટો ફટકો પડ્યો છે.

New Update
  • ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ

  • પ્રવાસન ઉદ્યોગને પડ્યો ફટકો

  • અમરનાથ યાત્રાના અનેક બુકીંગ રદ્દ

  • ચારધામ યાત્રાના પણ બુકીંગ રદ્દ થયા

  • લોકોમાં ડરનો માહોલ

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પ્રવાસન ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે. ભરૂચ જિલ્લામાંથી ચારધામ અને અમરનાથ યાત્રાએ જનાર અનેક યાત્રાઓએ તેમની યાત્રા મોકૂફ રાખી છે ત્યારે ટ્રાવેલ્સ સંચાલકોને મોટો ફટકો પડ્યો છે.
ભરૂચ જિલ્લાના યાત્રાળુઓએ જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પર્યટકો પર થયેલા આતંકી હુમલાની પૃષ્ઠભૂમિમાં સુરક્ષા કારણોસર તેમના પ્રવાસ રદ કરવાનું નક્કી કર્યું છે. ભરૂચથી પહેલગામ માટે નીકળેલા 700 યાત્રિકોએ પોતાનો પ્રવાસ રદ કર્યો હતો આ ઉપરાંત દર વર્ષે ભરૂચમાંથી સરેરાશ 1500થી વધુ યાત્રિકો અમરનાથ અને ચારધામ યાત્રાએ જતાં હોય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ તમામ પ્રવાસો અટકાવવામાં આવ્યા છે.
ભારત સરકારે આતંકી હુમલાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે. આતંકવાદીઓના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે  પ્રવાસીઓની સલામતીને પ્રાથમિકતા આપી ભરૂચના અનેક ટ્રાવેલ્સ સંચાલકોએ યાત્રાઓ રદ કરી દીધી છે જેના કારણે તેમને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે રૂપસુંદરી નામનો સાપ નજરે પડ્યો, જીવદયા પ્રેમી દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
Screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

ઇલાવ ગામે રામજી મંદિર ફળિયામાં યુવાનોએ સાપ જોયો હતો આ અંગેની જાણ સાપ રક્ષણ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરતા ગામના  જૈમીન  પરમારને કરી હતી.જૈમીન પરમારે આવી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.સાપને બહાર કાઢી જોતા તે 2 ફૂટ લાંબો અને બિનઝેરી પ્રજાત્તિનો રૂપસુંદરી તરીકે ઓળખતો સાપ હોવાનું જણાવ્યું હતું. તેનો દેખાવ ખુબ સુંદર હોય તેને રૂપસુંદરી કહેવામાં આવે છે. ગ્રામજનો તેને સૂકી સાપણ તરીકે પણ ઓળખે છે.અંગ્રેજીમાં તેને કોમન ટ્રીનકેટ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે.