New Update
ભરૂચમાં તંત્રની મોટી કાર્યવાહી
કુખ્યાત બુટલેગર નયન કાયસ્થ સામે કરાય કાર્યાવહી
ગેરકાયદેસર બાંધકામ પર ફેરવાયું બુલ્ડોઝર
ઝાડેશ્વર વિસ્તારમાં આવેલું છે મકાન
ભરૂચના કુખ્યાત બુટલેગર નયનના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ મકાનનું ગેરકાયદેસર બાંધકામ તંત્રએ તોડી પાડતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ભરૂચ શહેરમાં ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રવિ પૂજન સોસાયટીમાં રહેતા કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસસ્થાન ઉપર આજે બૌડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું છે.
તેના નિવાસસ્થાને વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આજે બૌડા વિભાગના અધિકારીઓએ પોલીસની હાજરીમાં જેસીબી અને હથોડાથી ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે.કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. અત્રે ઉલ્લેખની છે કે નયન કાયરહીબિશનના ગુનામાં કુખ્યાત બુટલેગર છે તેના વિરુદ્ધ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરાતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
Latest Stories