New Update
/connect-gujarat/media/media_files/2026/02/22/asfasf-2026-02-22-09-38-29.jpg)
સી ડિવિઝન પોલીસે 7 વર્ષીય ગુમ બાળકનો પિતા સાથે કરાવ્યો ભેટો
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના કર્મચારીઓ નાઈટ પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમ્યાન ઝાડેશ્વર ચોકડી ખાતે આવતા રાજુભાઈ રાઠોડે જણાવ્યુ હતું કે તેઓ જમી પરવારીને રાતના ફુટપાથ ઉપર તેમના 7 વર્ષીય છોકરા નામે આરવ સાથે સુતા હતા તે વખતે રાતના એકાદ વાગ્યાની આસપાસ પોતે જાગી જતા તેમનો છોકરો જણાયેલ નહીં તેવી કેફીયત આપતા તાત્કાલીક તમામ ટીમો દ્વારા આજુબાજુના CCTV કેમેરા ચેક કરી ગણતરીના સમયમાં બાળકને શોધી કાઢી તેના પિતાને સોપતા પિતાએ ભાવ-વિભેરે થઈ પોલીસની ત્વરીત કામગીરીને બીરદાવેલ આમ પોલીસે ત્વરીત કામગીરી કરી એક પિતાને તેના બાળકને શોધી આપી ફરીથી એક વખત ભરૂચ પોલીસે પ્રજાનો વિશ્વાસ જીતી પોલીસ પ્રજાનો મિત્ર અને સાચો રક્ષક હોવાનું સૂત્ર સાર્થક કરેલ છે
Latest Stories