New Update
/connect-gujarat/media/media_files/2025/07/05/img-20250705-wa0085-2025-07-05-15-47-09.jpg)
ભરૂચ સી ડિવિઝન પોલીસે કસક સર્કલ પાસેથી રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 1.25 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક રીક્ષા લગેજ બેગમાં ભોલાવ બસ ડેપોથી ઝાડેશ્વરના દુબઈ ટેકરી જાય છે.જેવી બાતમી આધારે સી ડિવિઝન પોલીસે કસક સર્કલ પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી રીક્ષા આવતા પોલીસે તેને અટકાવી હતી.અને રિક્ષામાં રહેલ બે બેગમાંથી વિદેશી દારૂની 50 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 35 હજારનો દારૂ અને 80 હજારની રીક્ષા તેમજ એક ફોન મળી કુલ 1.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને રીક્ષા ચાલક નવા તવરા મોદી ફળિયામાં રહેતો રામ અવતાર ચુનનારામ ઉર્ફ રામ પ્રસાદ યાદવને ઝડપી પાડ્યો હતો.જેની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો દુબઈ ટેકરી ખાતે રહેતો બુટલેગર નવીન વસાવાના માણસે બસ ડેપો પાસેથી વિદેશી દારૂનો જથ્થો આપી દુબઇ ટેકરી આપવા જતો હોવાની કબૂલાત કરી હતી.
Latest Stories