વાલિયા ગામે સીમમાં ખૂટે બાંધેલ પશુઓ પર દીપડાનો હુમલો
દીપડાએ વાછરડાને ફાડી ખાતા પશુ પાલકને આર્થિક નુકશાન
પશુ પાલકે વન વિભાગની કામગીરી સામે ગંભીર આક્ષેપ કર્યા
બનાવની જાણ થતાં જ વન વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું
વન વિભાગે મારણ સાથે પાંજરું ગોઠવવા તજવીજ હાથ ધરી
ભરૂચ જિલ્લાના વાલિયા ગામની સીમમાં ખૂટે બાંધેલ 12 પશુઓ પૈકી એક વાછરડા પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તો બીજી તરફ, અનેકવારની રજુઆત છતાં વન વિભાગ દ્વારા પાંજરું નહીં ગોઠવતા પશુ પાલકને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થવા સાથે દીપડાઓ શેરડી કટિંગની સિઝન બાદ શિકાર માટે રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે વાલિયા ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી દીપડાના આંટાફેરા વધ્યા હોવાનું સામે આવ્યું છે. વાલિયા ગામની સીમમાં અમરસિંહ વસાવા અને તેઓના પત્ની લલીતા વસાવા પોતાના ઘરે પશુ બાંધવાની વ્યવસ્થા નહીં હોવાથી તેઓ ખેતરમાં 12 જેટલા પશુ બાંધી રાખે છે. જેઓના ખેતરમાં ગત તા. 20મી એપ્રિલ-2025થી કદાવર દીપડો શિકારની શોધમાં આંટાફેરા મારતા પશુ પાલકે વાલિયા વન વિભાગને ખેતર વિસ્તારમાં પાંજરું મુકવા માટે રજુઆત કરી હતી.
જે બાદ ગત તા. 28મી એપ્રિલ-2025ની રાત્રે કદાવર દીપડાએ 12 પશુઓ પૈકી એક વાછરડાને શિકાર બનાવી ફાડી ખાધો હતો. જેના પગલે ખેડૂતો, પશુ પાલકો સહિત ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. બનાવની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા, અને મારણ સાથે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી. સમગ્ર મામલે પશુ પાલકે જણાવ્યુ કે, વારંવાર દીપડો પશુઓને હેરાન કરે છે. જે અંગે પાંજરું ગોઠવવા માટે વન વિભાગમાં રજુઆત પણ કરવામાં આવી હતી. પરંતુ વન વિભાગની આડોડાઈના કારણે વાછરડાનું મોત થયું હોવાનો પશુ પાલકે આક્ષેપ કર્યો હતો.
ભરૂચ: જંબુસરના MLA ડી.કે.સ્વામી અંગે કોંગ્રેસના આગેવાનની વિવાદિત ટિપ્પણી, કહ્યું બાવાને......!
પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલ સભામાં પાદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરવંતસિંહે જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી.
ભરૂચના જંબુસર તાલુકાના કહાનવા ગામે કોંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલ સભામાં પાદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરવંતસિંહે જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે મોંઘવારીની તેઓને ક્યાંથી ખબર પડે તેઓને પત્ની અને છોકરાઓ નથી માટે તેમને ઘરની જવાબદારી નો ખ્યાલ નહીં આવે. ધારાસભ્ય અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દેવકિશોર સ્વામી અંગે ટિપ્પણી કરાતા વિવાદનો મધપુડો છંછેડાયો છે. આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.