New Update
/connect-gujarat/media/media_files/2025/04/06/kHIsw4m2CC9Iu6ketqZm.png)
ભરૂચ શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચની મનુબર ચોકડી નજીક એક કારમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
મનુબર ચોકડી નજીક આવેલ હોટલ સુરતી હાંડી નજીક ચાલુ કારમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ તરફ કારમાં સવારે લોકો સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો બેટરીમાં સ્પાર્ક થતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો
Latest Stories