New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
મિડ ડે મીલ કર્મચારી મહાસંઘનું સંમેલન યોજાયું
વિવિધ પ્રશ્ને આંદોલનની કરાય જાહેરાત
તા.2જી જુલાઈએ કરાશે વિરોધ પ્રદર્શન
વેતન સહિતના પ્રશ્ને કરાશે રજુઆત
ભરૂચમાં અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તા.2જી જુલાઈએ યોજાનાર આંદોલનની રણનીતિ ઘડવામાં આવી હતી
ભરૂચ શક્તિનાથ નજીક આવેલા લુહાર સુથાર જ્ઞાતિ હોલ ખાતે અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ બી. ચુડાસમાની ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય આંદોલનની જાહેરાતનું આયોજન કરવામાં આવ્યું હતું.મધ્યાહન ભોજન યોજનામાં ગુજરાત રાજ્યમાં 96,000 કરતાં વધુ અને દેશભરમાં 25 લાખ કર્મચારીઓ કાર્યરત છે. આ તમામ કર્મચારીઓ શ્રમ અને રોજગાર વિભાગના અસંગઠિત શ્રમિકોની યાદીમાં સમાવિષ્ટ છે, છતાં તેમને માત્ર રૂ. 2500 થી રૂ. 4500 સુધીનું માનદ વેતન મળે છે.
આ નવા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ આવા શ્રમિકો માટે કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા, તેના વિરોધરૂપે આગામી 2 જુલાઈ 2025 ના રોજ સમગ્ર દેશમાં જિલ્લાના કલેક્ટર કચેરી સામે એક દિવસીય ધરણાં, રેલી અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાશે જે અંગેની રણનીતિ આ સંમેલનમાં ઘડવામાં આવી હતી.
Latest Stories