New Update
-
ભરૂચના કવિઠા ગામે બન્યો હતો બનાવ
-
યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો
-
પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ
-
પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને પરિવારજનો સાથે કરી મુલાકાત
-
ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
ભરૂચ તાલુકાના કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરવાના આક્ષેપના મામલે આજરોજ પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને મૃતક યુવાનના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી
ભરૂચ તાલુકાના કવિઠા ગામે રહેતા યુવાન કીર્તન વસાવાએ પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ થયા હતા જેમાં સાંસદ મનસુખ વસાવાએવિરોધ નોંધાવ્યા બાદ આ મામલે પોલીસે નબીપુર પોલીસ મથકના પી.આઇ. સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને મૃતક યુવાનના પરિવારજનો સાથે આજરોજ મુલાકાત કરી હતી.કોંગ્રેસની આદિજાતિ સેલના ચેરમેન રાજેન્દ્ર પારઘી, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા આગેવાન શેરખાન પઠાણ અને ધનરાજ વસાવા સહિતના આગેવાનો મૃતકના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.કોંગ્રેસે જવાબદાર પોલીસકર્મીઓને ડિસમિસ કરવાની માંગ કરી હતી.કોંગ્રેસે આ અંગે જણાવ્યું હતું કે ગુજરાતના આદિવાસીઓ પર અવારનવાર અત્યાચાર થાય છે ત્યારે જો આ પરિવારને ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
Latest Stories