ભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના આચાર્યએ શિક્ષકને 18 તમાચા ઝીંકતા CCTV બહાર આવ્યા, જિલ્લાશિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ

ભરૂચના જંબુસરની નવયુગ વિદ્યાલયના આચાર્યએ શિક્ષકને માર મારતા વિવાદ સર્જાયો છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે જિલ્લાશિક્ષણાધિકારીએ 

New Update
ભરૂચના જંબુસરનો બનાવ
નવયુગ વિદ્યાલયમાં આચાર્યએ શિક્ષકને માર્યો માર
18 લાફા ઝીંકી દીધા
સમગ્ર ઘટનાના સીસીટીવી બહાર આવ્યા
જિલ્લાશિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ
ભરૂચના જંબુસરની નવયુગ વિદ્યાલયના આચાર્યએ શિક્ષકને માર મારતા વિવાદ સર્જાયો છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે જિલ્લાશિક્ષણાધિકારીએ  સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.
ભરૂચ જંબુસરની નવયુગ વિદ્યાલયમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે સર્જાયેલ ઢીસુમ ઢીસુમના દ્રશ્યોનો વાયરલ વિડીયો સામે આવ્યો છે.આચાર્ય શિક્ષકને એક, બે, દસ કે 15 નહીં પણ 18 તમાચા ઝીકતો વાયરલ વીડિયોમાં નજરે પડી રહ્યા છે. વાયરલ વિડીયો મુજબ આ વાત છે. જંબુસરની નવયુગ વિદ્યાલયની. શાળાના જ સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે.આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શિક્ષક રાજેન્દ્ર પરમારને દે ધના ધન લાફા વાળી કરાઈ છે. શિક્ષક તેઓના વિષયમાં વ્યવસ્થિત અભ્યાસ ન કરાવતા હોવાની વાતને લઈ બોલાચાલી થઈ હોવાનું હાલ તો બહાર આવી રહ્યું છે.સાથે જ શિક્ષક રાજેન્દ્ર હંમેશા ઉદ્ધત વર્તન કરતા હોવાની રજુઆત પણ આચાર્ય કરી રહ્યાં છે. હાલ તો આ તમાચાવાળીનો વિડીયો વાયરલ થવા બાદ ભરૂચ જિલ્લાના શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે જિલ્લાનું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલે તપાસના આદેશ આપ્યા છે. એજ્યુકેશન ઇન્સ્પેકટર તપાસ ચલાવી રિપોર્ટ સુપરત કર્યા બાદ ઘટના અંગે પગલાં ભરાશે.
Read the Next Article

ભરૂચ: મેઘરાજાના શ્રાવણના સરવરીયા, ઠેર ઠેર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક

શ્રાવણ માસમાં મેઘરાજા સરવરીયા વરસાવી રહ્યા છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તમામ નવ તાલુકાઓમાં વરસાદ નોંધાયો

New Update
  • ભરૂચ જિલ્લામાં મેઘાવી માહોલ

  • સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયો

  • તમામ 9 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

  • આજે સવારથી જ વરસાદી માહોલ

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસું જમ્યું છે ત્યારે સતત બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસમાં મેઘરાજા સરવરીયા વરસાવી રહ્યા છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તમામ નવ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. વરસાદ વરસતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે.
તો બીજી તરફ પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોએ વામણી કાર્યના શ્રી ગણેશ કર્યા હતા.વાવણી થયા બાદ હવે ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 31 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ જ આજે વહેલી સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા, વાલિયા અને હાંસોટમાં 1-1 ઇંચ તો નેત્રંગમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.