ભરૂચ : નવા તવરા ગામે મંદિરના ત્રીજા પાટોત્સવની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા…

ભરૂચ તાલુકાના નવા તવરા ગામે ભાથીજી દાદા, રામાપીર દાદા અને વેરાઈ માતાજીના મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • નવા તવરા ગામે મંદિરના ત્રીજા પાટોત્સવની ઉજવણી

  • મંદિરમાં ભવ્ય લાઇટિંગ અને વિવિધ ફુલો દ્વારા રંગોળી

  • શ્રીફળ હવનમહાપ્રસાદિ અને ભજન સત્સંગનું આયોજન

  • વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી

  • ગામ તથા આસપાસની સોસાયટીના રહીશોએ લ્હાવો લીધો

ભરૂચ તાલુકાના નવા તવરા ગામે ભાથીજી દાદારામાપીર દાદા અને વેરાઈ માતાજીના મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ તાલુકાના નવા તવરા ગામે આવેલ ભાથીજી મહારાજ રામાપીર મહારાજ અને વેરાઈ માતાજીના મંદિરે ત્રીજા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભવ્ય લાઇટિંગ સાથે મંદિરને શણગારવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ ફુલો દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી. ત્રીજા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ. યજ્ઞ પ્રારંભ સાથે શ્રીફળ હવન અને મહાપ્રસાદિ તથા રાત્રિના ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં જુના અને નવા તવરા ગામના ગ્રામજનો તથા આસપાસની સોસાયટીના રહીશોએ લ્હાવો લીધો હતો.

Latest Stories