સિટી સેન્ટર સ્થિત મુખ્ય એસટી. ડેપો ખાતે આયોજન
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
એસટી. વિભાગના કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો
કર્મચારીઓનું આરોગ્ય વધુ સ્વસ્થ રહે તે હેતુથી આયોજન
મોટી સંખ્યામાં એસટી. કર્મચારીઓએ કેમ્પનો લાભ લીધો
ભરૂચ શહેરના સિટી સેન્ટર સ્થિત મુખ્ય એસટી. ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત એસટી. વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડે ટુ ડે એક્ટિવિટીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના સિટી સેન્ટર સ્થિત મુખ્ય એસટી. ડેપો ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એસટી. વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ સફાઈકર્મીઓનું આરોગ્ય વધુ સ્વસ્થ રહે તે હેતુથી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ પોતાની સેવા આપી હતી. જેમાં કર્મચારીઓના બ્લડપ્રેસર, ડાયાબિટીસ ચેકઅપ સહિત આંખ અને કાનની તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત મોટી સંખ્યામાં એસટી. વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.