ભરૂચ: વાલિયા કોર્ટમાં સ્વરછતા અભિયાન હાથ ધરાયુ,કોર્ટ સંકુલમાં કરવામાં આવી સાફ સફાઈ

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત વાલિયા તાલુકા કોર્ટ પ્રિન્સિપાલ સિવિલ જજ એચ.આર. ઠકકર અને  તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનની ઉપસ્થિતિમાં સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો.

a
New Update

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત વાલિયા તાલુકા કોર્ટ પ્રિન્સિપાલ સિવિલ જજ એચ.આર. ઠકકર અને  તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનની ઉપસ્થિતિમાં સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો.

હાઇકોર્ટ દ્વારા તારીખ-૧૪મી સપ્ટેમ્બરથી ૧લી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વાલિયા તાલુકા કોર્ટ ખાતે પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ અને તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વાલિયા તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન અને પ્રિન્સિપાલ સિવિલ જજ એચ.આર. ઠકકરની અધ્યક્ષતામાં સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હતો.જે સફાઈ અભિયાનમાં કોર્ટ એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહી, ગુટખા પડીકી ખાઈ ગમે ત્યાં થૂંકવું નહીં, કચરો કોર્ટ સંકુલમાં ફેંકવો નહીં અને કચરો કચરા પેટીમાં જ ફેંકવો તેવા સૂચન પણ આપવામાં આવ્યા હતા.સાથે કોર્ટ સંકૂલની સફાઈ હાથ ધરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી મનિષસિંહ રાણા, પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના રજીસ્ટ્રાર,વાલિયા બાર એસોસિયેશનના ઊપપ્રમુખ એ.કે.ચૌધરી, વકિલ કે.બી.વસાવા,જી.એફ. વસાવા અને સ્ટાફ તેમજ વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
#Court #Valia #CGNews #Gujarat #Bharuch
Here are a few more articles:
Read the Next Article