ભરૂચ: ઢાઢર નદી પરનો બ્રિજ સમારકામ અર્થે બંધ કરાતા મીઠા- ઈંટ ઉત્પાદકો અને શ્રમિક વર્ગને આર્થિક નુકશાનની રજુઆત !

બ્રિજ બંધ કરાતા મીઠા અને ઈંટ ઉત્પાદકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે બ્રિજ પરથી તબક્કાવાર વાહનવ્યવહાર શરૂ કરવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવાયું

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • ઈંટ ઉત્પાદકો દ્વારા કરવામાં આવી રજુઆત

  • ઢાઢર નદી પરનો બ્રિજ બંધ કરાતા મુશ્કેલી

  • તબક્કાવાર વાહન પસાર થવા દેવા માંગ

  • આર્થિક નુકશાની વેઠવી પડતી હોવાની રજુઆત

ભરૂચના જંબુસરથી આમોદને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ સમારકામના હેતુસર બંધ કરાતા મીઠા અને ઈંટ ઉત્પાદકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે બ્રિજ પરથી તબક્કાવાર વાહનવ્યવહાર શરૂ કરવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચના જંબુસરથી આમોદને જોડતો ઢાધર નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તેને સમારકામ અર્થે બંધ કરવામાં આવ્યો છે ત્યારે બ્રિજ બંધ થતા મીઠા અને ઈંટના વેપારીઓ અને શ્રમિક વર્ગે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર જંબુસર શહેર અને તાલુકા વિસ્તારમાં ઇટ ઉત્પાદકોના અંદાજે ૩૫ થી ૪૦ ભઠ્ઠા આવેલા છે.જેમા અંદાજીત ૨૪૦૦ થી ૩૦૦૦ શ્રમિકો રોજીરોટી મેળવે છે અને વાહનો હાલ વિકલ્પિક રસ્તા ઉપર પસાર થાય છે પણ આવવા જવામાં આસરે ૯૦થી ૧૨૫ કિ.મીનો ફેરાવો થાય છે. જેનુ અંદાજીત ૩૦ થી ૪૦ લીટર ડીઝલ તેમજ ટોલટેક્ષનું ભારણ વધે છે. 
વૈકલ્પીક રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારમાથી જતા હોય તેથી ત્યાના લોકલ ગ્રામજનો સાથે ઘર્ષણ ઉભું થાય છે.આ બધી પસ્થીતીને ધ્યાનમાં રાખી અત્યારે જે ઢાઢર નદી ઉપરનો પુલ અંદાજીત ૩૦૦ થી ૪૦૦ મીટરના બ્રીજને પસાર કરવા દેવામાં આવે તો વધારાના ખર્ચનું ભારણ ઓછુ થય શકે છે.સાથે જ  ઢાઢર પુલ છે તેના ઉપરથી એક એક વાહન બન્ને સાઇડથી પસાર થાય એવુ આયોજન કરવામાં આવે એવી માંગ કરાય છે.
Latest Stories