ભરૂચ: સીએનઆઈ ચર્ચ મંડળી દ્વારા રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ભરૂચ સીએનઆઇ ચર્ચની મંડળી દ્વારા મેડિકલ રવિવારની ઉજવણીના ભાગરૂપે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં મંડળીના ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં રકતદાન કર્યું હતું.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સીએનઆઈ ચર્ચ મંડળી દ્વારા આયોજન

  • રક્તદાન શિબિરનું આયોજન

  • રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

  • મેડિકલ સન્ડે તરીકે કરાય ઉજવણી

ભરૂચ સીએનઆઇ ચર્ચની મંડળી દ્વારા મેડિકલ રવિવારની ઉજવણીના ભાગરૂપે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં મંડળીના ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં રકતદાન કર્યું હતું.
ભરૂચના બંમ્બાખાના વિસ્તારમાં આવેલા સીએનઆઈ ચર્ચ મંડળી દ્વારા અનેક સેવાકીય કાર્યોકરવામાં આવે છે.સીએનઆઇ ચર્ચ મંડળીના સભ્યો દર વર્ષે ફેબ્રુઆરીના બીજા રવિવારને મેડિકલ સન્ડે તરીકે ઉજવણી કરે છે.જેના ભાગરૂપે આ વર્ષે પણ  મેડિકલ સન્ડેની ઉજવણી કરી હતી. મંડળીના ભાઈઓ અને બહેનોએ  રૅવ.કિશન વસાવાની આગેવાની શહેરની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલા રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે એક રક્તદાન શિબિર યોજી હતી.જેમાં મંડળીના ભાઈઓ અને બહેનોએ સ્વેચ્છાએ રકતદાન કરી માનવતાની સુવાસ ફેલાવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories