New Update
/connect-gujarat/media/media_files/2025/12/11/gaurang-makwana-2025-12-11-18-16-22.jpg)
ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ નર્મદા નદી પર નિર્માણાધીન ભાડભૂત બેરેજ પ્રોજેક્ટની સાઇટની આજે મુલાકાત લીધી હતી. પ્રોજેક્ટના વિવિધ તબક્કાઓની કામગીરીનું નિરીક્ષણ કરીને તેઓએ કામની ગતિ અને ગુણવત્તા અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી.
મુલાકાત દરમિયાન વિશેષ કરીને જમીન સંપાદનથી સંબંધિત મુદ્દાઓ પર કલેક્ટરે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી. સ્થાનિક ગામોમાંથી મેળવાતી જમીન, પેન્ડિંગ કેસો, જમીન માલિકોના વાદ-વિવાદ અને વળતર પ્રક્રિયાને સમયસર પૂર્ણ કરવા જરૂરી કાર્યવાહી વિશે માર્ગદર્શન આપ્યું હતું.
Latest Stories