ભરૂચ: એક્સપ્રેસ હાઇવે પર આમોદના માતર ટોલ પ્લાઝા પર ટોલટેક્સના વધુ રૂપિયા કપાતા હોવાની ફરિયાદ !

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદના માટે ટોલ પ્લાઝા પર વાહન ચાલકોના ટોલ ટેક્સના વધુ પૈસા કપાતા હોવાની ફરિયાદ ઉઠી છે આ મામલે વાહન ચાલકોએ તપાસની માંગ કરી છે.

New Update
  • દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવેના ટોલપ્લાઝાનો વિવાદ

  • ભરૂચના માતર ગામ નજીક આવેલું છે ટોલપ્લાઝા

  • વાહનચાલકોના ટોલટેક્સના વધુ રૂપિયા કપાતા હોવાની ફરિયાદ

  • અધિકારીઓ યોગ્ય જવાબ ન આપતા હોવાના આક્ષેપ

  • આ મામલે તપાસની વાહનચાલકોની માંગ

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદના માટે ટોલ પ્લાઝા પર વાહન ચાલકોના ટોલ ટેક્સના વધુ પૈસા કપાતા હોવાની ફરિયાદ ઉઠી છે આ મામલે વાહન ચાલકોએ તપાસની માંગ કરી છે.
ભરૂચના આમોદ તાલુકાના માતર ગામ પાસે થી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના ટોલ પલઝાના કારણે આસપાસના વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.વાહનચાલકોના આક્ષેપ અનુસાર માતર ગામ સ્થિત એક્સપ્રેસ વેના  ટોલ પ્લાઝા  પર  ટોલટેક્સના પૈસા  ડબલ વાર કપાય છે અને રૂપિયા ડેબિટ થયાનો મેસેજ બે દિવસ પછી આવે છે. કેટલીય ગાડી માતર ટોલ પ્લાઝા પરથી એક્ઝિટ થાય છે તો પણ દેહગામ ટોલ પ્લાઝા સુધીનો ટોલ ટેક્સ વસુલવામાં આવે છે. આ અંગે વાહનચાલકોના જણાવ્યા અનુસાર  ટોલ પ્લાઝા પર આ મામલે રજુઆત કરવામાં આવતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે બેંકની ટેક્નિકલ ખામીના કારણે આ મુશ્કેલી સર્જાય રહી છે.આ તરફ બેન્કમાંથી પણ યોગ્ય જવાબ ન મળતા NHAIમાં રજુઆત કરવામાં આવી હતી ત્યારે જવાબદાર અધિકારી દ્વારા આમોદ તાલુકાના માતર ટોલ પ્લાઝા પર ટેક્નિકલ ખામી છે કે કૌભાંડએ તપાસ કરવામાં આવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે
Latest Stories