New Update
ભરૂચના દહેજમાં બન્યો હતો બનાવ
હિટ એન્ડ રનની બની હતી ઘટના
બે બાળકોને અડફેટે લઇ નિપજાવ્યા હતા મોત
કોન્ક્રીટ મીક્ષર ચાલકે સર્જાયો હતો અકસ્માત
ફરાર આરોપીની પોલીસે કરી ધરપકડ
ભરૂચના દહેજની અર્થવશેષ એન્વાયરો કંપનીમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે બાળકોને કચડી નાખનાર ફરાર કોન્ક્રીટ મિલર ચાલકને પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના દહેજના સામંતપીરમાં હાલ અથર્વ શેષ એન્વાયરો કંપનીમાં કન્સ્ટ્રકશન ચાલી રહ્યું છે. મૂળ મધ્યપ્રદેશના નરેશ મેડા છેલ્લા બે મહિનાથી પરિવાર સાથે અહીં રહી કડીયાકામ કરે છે. મંગળવારે સાંજે એક કોન્ક્રીટ મિલર મીક્ષર મશીન માલ ભરી કંપનીમાં આવ્યું હતું. પુરપાટ આવેલા વાહન ચાલકે નજીકમાં રમતા શ્રમિક પરિવારની 7 વર્ષીય દીકરી રમીલા અને એક વર્ષના પુત્ર વૈદીકને અડફેટે લઈ કચડી નાખ્યા હતા. અકસ્માતનો અવાજ આવતા નજીકમાં જ કામ કરતા પિતા સહિત અન્ય શ્રમિકો દોડી આવતા મીલર મીક્ષર મશીનનો ડ્રાઈવર મશીન લઈને કંપની બહાર ભાગી ગયો હતો. દહેજ પોલીસે હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરી બે માસૂમ બાળકોના મોત નિપજાવનાર ઉત્તરપ્રદેશના ફરાર વાહન ચાલક શમભુ રામકુમાર ભારતીને ઝડપી લઈ તેની ધરપકડ કરી હતી.
Latest Stories