New Update
ભરૂચમાં યોજાયો કાર્યક્રમ
પ્લેન ક્રેશના મૃતકોને અપાય શ્રદ્ધાંજલિ
કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું આયોજન
મુસ્લિમ સમાજે પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
અમદાવાદમાં બેનલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોને ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકો પ્રત્યે સમગ્ર દેશમાં શોકનો માહોલ છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન પાસે સ્થિત ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં બે મિનિટ મૌન પાળી મૃત આત્માઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, પ્રવક્તા નાઝુ ફડવાલા, વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકના પરિવારજનોને પ્રભુ ધૈર્ય અને શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
આ તરફ અમદાવાદ ખાતે Air India વિમાની દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને ભરૂચમાં ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આગેવાન અબ્દુલ કામઠીના માર્ગદર્શન હેઠળ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને રહીશોએ મીણબત્તી પ્રગટાવી શોક વ્યક્ત કર્યો હતો. દુર્ઘટનામાં મોતને ભેટેલા મુસાફરો માટે દુઆ તથા સવેદના વ્યક્ત કરવામાં આવી હતી.
Latest Stories