New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું
વોટ ચોર ગાદી છોડ અભિયાન
રેલી અને સંવાદનો કાર્યક્રમ યોજાયો
કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો જોડાયા
ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા શક્તિનાથ સર્કલ ખાતે વોટ ચોર ગાદી છોડ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ભરૂચ શહેરના વોર્ડ નંબર ત્રણ અને ચાર વિસ્તારમાં આ અભિયાન અંતર્ગત રેલી અને સંવાદ કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે પૂર્વ શહેર પ્રમુખ હરેશ પરમાર, કોંગ્રેસ આગેવાન ઝુબેર પટેલ તથા અનેક સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર વોટ ચોરીનો આક્ષેપ કરાયો હતો.
Latest Stories