New Update
-
આજે પંડિત નેહરુની જન્મ જયંતિ
-
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ
-
કોંગ્રેસના આગેવાનોએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
-
પંડિતજીના સેવાકાર્યોને કરાયા યાદ
-
કાર્યકરો જોડાયા
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો
આજરોજ ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વ. જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889માં અલ્હાબાદમાં થયો હતો. સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહરલાલ નેહરુનું મહત્વનું યોગદાન હતું. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમનો પાયો પણ જવાહરલાલ નહેરુએ જ નાંખ્યો હતો ત્યારે દીર્ઘદ્રષ્ટા જવાહરલાલ નહેરુની જન્મ જ્યંતી નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પી હતી. આ કાર્યક્રમમાં
કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પુષ્પાંજલિના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના અગ્રીમ હરોળના આગેવાનોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.
Latest Stories