New Update
ભરૂચમાં યોજાયો કાર્યક્રમ
કોંગ્રેસ દ્વારા કરાયુ આયોજન
સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરાય
ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય
કોંગ્રેસના આગેવાનો કાર્યકરો રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે સરદાર પટેલ જયંતી અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
તા. 31મી ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન સ્વ.ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી નીમીત્તે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બન્ને મહાનુભાવોની તસવીરો પર પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા,શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories