ભરૂચ: કોંગ્રેસ દ્વારા વોટ ચોર-ગાદી છોડના સૂત્ર સાથે મશાલ રેલી નિકળી, પોલીસે 22થી વધુ કાર્યકરોની અટકાયત

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ વોટ ચોર-ગાદી છોડના સૂત્રો સાથે મસાલે રેલી અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું

  • વોટ ચોર-ગાદી છોડના સૂત્ર સાથે મશાલ રેલી યોજાય

  • પોલીસે કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત

  • ભાજપ પર વોટ ચોરીનો આક્ષેપ 

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાડી છોડના સૂત્ર સાથે ઝરમર વરસાદ વચ્ચે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મસાલ રેલી રેલવે સ્ટેશન સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચે તે પહેલા જ પોલીસે તેને અટકાવી 22 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.
ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ વોટ ચોર-ગાદી છોડના સૂત્રો સાથે મસાલે રેલી અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.ઝરમર વરસાદ વચ્ચે આ રેલી સ્ટેશન રોડ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થઈને ડૉ. બાબા સાહેબ આંબેડકર રેલવે સ્ટેશન સુધી યોજવાનું આયોજન કરાયુ હતું.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની અધ્યક્ષતામાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, યુવા નેતા શેરખાન પઠાણ, શરીફ કાનુગા સહિત જિલ્લાના અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
રેલી દરમિયાન સરકારની નીતિઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.રેલી સ્ટેશન રોડ પરથી આગળ વધીને સિટી સેન્ટર પહોંચતા જ ભરૂચ પોલીસે સુરક્ષા વ્યવસ્થા હેઠળ તેને અટકાવી દીધી હતી. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 22 થી વધુ કાર્યકરોની અટકાયત કરીને તેમને પોલીસ વાનમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા.કેન્દ્રની ભાજપ સરકારે વોટની ચોરી કરી સત્તા હાંસલ કરી હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા
Latest Stories