New Update
/connect-gujarat/media/media_files/2025/07/17/screenshot_2025-07-17-16-23-52-68_92460851df6f172a4592fca41cc2d2e6-2025-07-17-19-53-34.jpg)
ભરૂચના જંબુસર તાલુકાના વાડ અને પાંચ પીપળા ગામના ગ્રામજનો દ્વારા મળેલી રજૂઆતને પગલે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી.
જેમાં કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયા છે કે મૃત્યુપામેલા લોકોના નામે મનરેગા હેઠળ કામ બતાવાયું છે અને તેમના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત જોબકાર્ડ ધારકોને કામ કરતા બતાવી ખોટા ખાતામાં રકમ જમા થઈ અને કેશ/ગુગલ પે દ્વારા સરપંચ અને તલાટીએ પૈસા ઉપાડી લીધા હોવાના આક્ષેપ કરાયા છે. સાથે જ ડેલીગેશન ગ્રામ પંચાયત પહોંચતાં તલાટી અને સરપંચ તાળું મારી સ્થળ પરથી ફરાર થઇ ગયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ
સુલેમાન પટેલ, શેરખાન પઠાણ, સુરેશભાઈ કડોદરા, ભુપેન્દ્રસિંહ ડાયમાં, ભારત ગોહિલ, દિલીપ પટેલ, અશોક જાંબુ, અયુબ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.